(6)

->ફળદ્રુપ જમીનમાં ઉતમ બી ની વાવણી ના કરવામાં આવે તો જમીન વંઝર જ રહી જાય છે.

->જમીન ની માવજત કરનાર માળી જ છોડ નો ઉતમ ઉછેર કરી શકે છે.

->બહુ નસીબદાર વૃક્ષ હોય છે એ જે ફળ,ફુલ,અને છાંયા આપી શકે છે.

->સારા છોડ અને વૃક્ષ ના ઉછેર ને માવજત માટે જમીન અને બિયારણ અતિઉતમ હોવા જરૂરી છે તો સાથે માળી પણ કુશળ હોવો જોઇએ જ

Advertisements

(5)

 ભૂલ ન સ્વીકારનાર અંહકારી બનતુ જાય છે. ને ભૂલ સ્વીકારનાર નમ્ર બનતા જાય છે.

(4)

 ભૂલ સ્વીકારવી એ કદાચ સરળ હોય છે.પણ કોઈની ભૂલ પર માફી આપવી અઘરી હોય છે.

(3)

નિષ્ફળતા તે જ જીંવનની સૌથી મોટી ચાવી છે. એટલે જ તેનો અભ્યાસ કરવો જોઇએ તેનાથી આપણને આપણી ભુલો વંચાશે ને તેને સુધારવાનો પ્રયત્ન કરવાનો અવસર મળશે..

2.

  આખું શારત્ર વાચ્યું તો પણ સમજ ના પડી,ને એક સ્વજનની અંતિમયાત્રામાં જયાં જોડાયા ને સાંભળ્યું રામ બોલો ભાઈ રામ. બસ ત્યાં જ આખું શારત્ર કંઠસ્થ થઇ ને સમજાય ગયું….

(5) જોક..મમ્મી ગાડી આતા હૈ……………

સાઉથ ઇન્યિન કપલ જમશેદપુર નગરમાં વસવાટ કરતા હોય છે.ત્યાં જોબ ને લીધે અલગ અલગ
રાજયના લોકો સાથે મુલાકાત થાય છે ને તેમની જોડે સારા પાડોશી શબ્દો બંધાય છે. એક યુ.પી કપલ હોય છે.
 
સાઉથ ઇન્યિન નું અંગેજી સરસ હોય પણ હિન્દી કદાચ ભાગ્યે જ આવડતુ હોય અને યુ.પી ના લોકોનું હિન્દી ખુબજ સરસ ને ચોખ્ખું હોય છે.સાઊથ ઇન્યિન ના બેન રોજ યુ.પી વાળા બેન જોડે રોજ હિન્દીમાં વાતો કરે ત્યારે યુ.પી ના બેનનો બાબો સાંભળે તે માંડ ૪ કે ૫ વષૅ નો હશે.તે તેમની વાતો સાંભળીને એક દિવસ કહે રેલ્વે સ્ટેશન પર આવતી ગાડીને જોઇ ને બુમો પાડે છે કે. મમ્મી ગાડી આતા હૈ(ટેઇન ને)…..
ત્યારે યુ.પી વાળા બેન વાળા સાઉથ ઇન્યિનબેન ને જઇને હાથ જોડીને કહે છે મહેરબાની કરીને મારા બાળક હોય ત્યારે થોડો વ્યાકરણમાં ધ્યાન આપજો……
(સાચી ઘટના) લિ..શિલ્પા પ્રજાપતિ……

(4).

(૨)બે વિયેટનામના નાગરિકને તેમની જ ભાષા આવડે છે.તેઓ સાઊથ-કોરિયામાં વસવાટ કરે છે ત્યારે તેમને કોરિયન ભાષા શીખવાની જરૂર પડે છે.
હવે, કોરિયામાં તેઓ મફત કોરિયન ભાષા શીખવા જાય છે.પણ વિયેટનામના નાગરિકને અંગેજી
પણ નથી આવડતું ને કોરિયન શિક્ષક ને વિયેટનામની ભાષા નથી આવડતી તેમને કોરિયન ભાષા કેવી રીતે શીખાય ? વિચારો ને ક્હો..

પણ શિક્ષક તેમને શીખવાડે છે,ને તેઓ શીખે છે….પણ ખબર નહી કઇ ભાષા શીખશે?
(સાચી ઘટના) લિ. શિલ્પા પ્રજાપતિ

(3) જોક…

જોક… 

પત્ની- પત્ની પ્રથમ સ્વગૅ માં પહોચે છે. તે ખુબ જ ખુશ હોય છે, ને યમરાજ ને ક્હે છે હાશ પૃથ્વી લોકથી તો છુટી. ને થોડા સમય પછી તે ચિત્રગુપ્ત ને જઇને વિંનતી કરે છે તમે મને શિવલોક, વૈકુઠ કે ગમે તે બીજે મોકલી દો પણ હવે મારા થી સ્વગૅ માં વસવાટ નહિ થાય,

ચિત્રગુપ્ત કહે છે એમ તો શું બની ગયું તમે તો અહીં ખુશ પણ છો પછી કેમ એકદમ. ને તે તો શકય પણ નથી.

પત્ની.- હે ઇશ્ર્વર મને તો હવે સ્વગૅ પણ નરક જ દેખાય છે. તેના ક્રરતા નરકમાં મોકલી દો તે પણ વાંધો નહિ. પણ હવે સ્વગૅ માં તો નહી જ.

ચિત્રગુપ્ત કહે – કેમ?

પત્ની જવાબ આપે છે મારા પતિ પણ હવે સ્વગૅ માં આવી ગયા છે માટે.

લિ..શિલ્પા પ્રજાપતિ…

(2)

કન્યાનો વિદાય સમય હતો ને ઘરના બધા સભ્યો ને કન્યા ખુબ જ રડતા હતા.પણ વરરાજાની માતા પણ બધાને જોઇને ખુબ રડતી હતી. કોઈકે પુછયુ રે તમે શું કરવા રડો છો હવે તો એ તમારી ઘરે જ તમારી જોડે જ રહેવાની છે.તમારે તો કન્યાને ને તેના માતા-પિતાને ને બધાને આશ્ર્વાસન આપવું જોઇએ કે તમે કોઇ ચિંતા ના કરશો, એની જગ્યાએ તો તમે જ રડો છો કેમ?

વરની માતા કે છે એટલે તો રડુ છું કે મારી વહુ ને બીજા ન રડે તે માટે કારણકે રડવાનો વારો તો હવે મારો જ છે ને .તેય પાછી આ મુસીબત લેવા જાતે વાજતે ગાજતે આવી છું.
લિ.શિલ્પા પ્રજાપતિ…

(1)

બાળક — એક દસ વષૅનો એક્નો એક બાળક તેની માતા પાસે આવીને રોજ જ ઝગડો ક્રરે,
કે મમ્મી મારા બધા મિત્ર ને એક મોટો ભાઇ છે. મને કેમ નથી? મને તુ લાવી જ આપ!

મમ્મી — મમ્મી હવે તે શકય નથી.

બાળક — પણ મોટો ભાઈ જ જોઈએ ને એવી જીદ કરી ને ખુબ રડે છે.(સાચી ધટના)