Category Archives: સુવાકય…

મીંઠી તારી યાદને તું…

મીંઠી તારી યાદને તું…
આજકાલ ૩ ઇડીયત પીકચરની હવા ચાલે છે.બધા ઓરકુટ પર ને ફેશબુક પર મડી પડયા છે મને થયુ આપણે લેખક લોકોએ પણ બાકી ના રહેવું જોઈએ દોસ્તો તમે દુર છો ખબર છે આપણી વચ્ચે તો દરિયો છે પણ આપણા મનમાં પણ આપણી લાગણી ઓ નો પણ દરિયો તો આપણી અંદર જ છેને!અમી તને આપણો ફોટો જોઈતો હતો ને જો આજે હું દરેક છબી તને તાજી કરાવું.
બસ પીન્સીપાલની ઓફિસ છે નીલાપંડ્યા આપણા પીન્સીપાલ.આપણી ૧૨ માં ધોરણમાં હાજરી ઓછી ને ગેરહાજરી વધુ હતી ને બોડૅના ફોમ ભરાવવાના હતા. આપણા આખા ગુપ્રને હાજરી ફરિજયાત થઇ ગઇ હતી. ને તેવા માં તારે રજાની જરૂર હતી , તને આપણા કલાસટીચરે ના પાડી હતી ને કીધુ કે નીલા બેન ની મંજુરી લઇ આવ.તારી જોડે હું ઓફિસમાં હતી મેડમે તને નામ પુછયુ તે કીધુ પણ કલાસટીચરનું નામ યાદ છે? નામ સાંભળ્યા પછી મેડમ પણ હસ્યા હતા ને તારા બોલવા પછી મે નામ યાદ કરીને તરત તારા બુટ પહેરેલા પગ પર મારા બુટ વાળા પગ મારીને હસવાનું માંડ રોકયુ હતું ને કહયુ હતુ ના સુરેશસર કઈક યાદ આવ્યું?
હા પોપટ
હા હા હા
આપણા સરની આખી સ્કુલમાં ચીડ હતી ને કારણકે તેમનું નાક પોપટ જેવું હતું..
શિલ્પા પ્રજાપતિ…..

Advertisements

સહનશકિત છે કે આક્રોશ ?

ધરતીમાં ઘણી સહનશકિત હોય છે.તો ધરતીકંપ ને તેનો લાવા તેની સાબિતી છે કે તેનો આક્રોશ ?

સમ્રાટ અશોક યુધ્ધ કરીને ઘણા પ્રદેશ જીતી તો ગયો હતો.
બસ પણ પ્રેમ હારી ગયો હતો..
શિલ્પા પ્રજાપતિ….

બસ સમજણ પડતા વાર લાગતી હોય છે ને લખતા વાર લાગતી નથી,ને પડધો કેવો પડશે તેનો વિચાર કરતા નથી કે કોઈ કલ્પના હોતી નથી,બસ જયારે કોઇ પુછે છે,કે કેમનુ લખાય છે? ત્યારે જ પાકી સમજણ થાય છે કે આતો કોઇ પડધો પાછો પડી રહયો છે..બસ માતા સરસ્વતી ફરી મારા ઘરે વસવાટ કરવા આવ્યા હોય તેમ લાગે છે.હવે તેમની ઉપાસના કરવી છે. કોઇ સારી વંદના હોય તો જરા કહેજો……

(6)

->ફળદ્રુપ જમીનમાં ઉતમ બી ની વાવણી ના કરવામાં આવે તો જમીન વંઝર જ રહી જાય છે.

->જમીન ની માવજત કરનાર માળી જ છોડ નો ઉતમ ઉછેર કરી શકે છે.

->બહુ નસીબદાર વૃક્ષ હોય છે એ જે ફળ,ફુલ,અને છાંયા આપી શકે છે.

->સારા છોડ અને વૃક્ષ ના ઉછેર ને માવજત માટે જમીન અને બિયારણ અતિઉતમ હોવા જરૂરી છે તો સાથે માળી પણ કુશળ હોવો જોઇએ જ

(5)

 ભૂલ ન સ્વીકારનાર અંહકારી બનતુ જાય છે. ને ભૂલ સ્વીકારનાર નમ્ર બનતા જાય છે.

(4)

 ભૂલ સ્વીકારવી એ કદાચ સરળ હોય છે.પણ કોઈની ભૂલ પર માફી આપવી અઘરી હોય છે.

(3)

નિષ્ફળતા તે જ જીંવનની સૌથી મોટી ચાવી છે. એટલે જ તેનો અભ્યાસ કરવો જોઇએ તેનાથી આપણને આપણી ભુલો વંચાશે ને તેને સુધારવાનો પ્રયત્ન કરવાનો અવસર મળશે..

2.

  આખું શારત્ર વાચ્યું તો પણ સમજ ના પડી,ને એક સ્વજનની અંતિમયાત્રામાં જયાં જોડાયા ને સાંભળ્યું રામ બોલો ભાઈ રામ. બસ ત્યાં જ આખું શારત્ર કંઠસ્થ થઇ ને સમજાય ગયું….

1

બાળકને સંસ્કાર ને ભણતર  આપવામાં આવે તો જ મોટા  પૂણ્યની  વાત હોય છે,તે તેને ના મળે તો તેનું જીવન બગાડવા જેટલુ મોટુ મહાપાપ બીજુ કોઈ નહી…